android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: મહેસાણા પરા તળાવમાં 7 કરોડના ખર્ચે 1 MLD ક્ષમતાના 'ISR' પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ કરાયું

calendar_todayMay 8, 2026

Mehsana: મહેસાણા પરા તળાવમાં 7 કરોડના ખર્ચે 1 MLD ક્ષમતાના 'ISR' પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ કરાયું

મહેસાણા શહેરમાં પાણીના વેડફટને અટકાવી તેના પુનઃવપરાશના વિઝન સાથે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમવાર 'ઈનટ સોલિડ રિમુવર '(ISR) પ્લાન્ટ તૈયાર કરવાનું આયોજન કરાયું હતું. અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે હાલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાન્ટ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.જે નિર્માણ કામ પૂર્ણ થતાં રોજના 10 લાખ લીટર ગટરના દૂષિત પાણીને સંપૂર્ણ શુદ્ધ કરવામાં આવશે.

સામાન્ય રીતે દૂષિત પાણીને શુદ્ધ કરવા વપરાતા STP પ્લાન્ટ કરતા ISR ટેકનોલોજી વધુ ચડિયાતી રહી છે, કારણ કે તેમાં પાણી શુદ્ધ થયા બાદ BOD (બાયો ઓક્સિજન ડિમાન્ડ)નું પ્રમાણ 30 કરતા પણ ઓછું રહે છે, જે પાણીની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે.આ શુદ્ધ થયેલું પાણી પરા તળાવમાં છોડીને તેને હંમેશા જીવંત રાખવા પ્રયાસ કરવામાં આવશે, તેમજ તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝ કે અન્ય હેતુઓ માટે પણ થઈ શકશે.

મનપા દ્વારા એજન્સી સાથે 5 વર્ષના સંચાલન અને મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ સાથે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને હાલમાં આ પ્લાન્ટ નિર્માણ કાર્ય પુરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે. આગામી 4 માસમાં પરા તળાવના રીડેવલોપમેન્ટની સાથે આ ISR પ્લાન્ટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. જૂનાગઢ અને ગાંધીનગર બાદ આ પ્રકારનો પ્લાન્ટ ધરાવતું મહેસાણા રાજ્યનું ત્રીજું શહેર બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો