android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana News: કડીમાં 16 વર્ષની સગીરાને પીંખી નાખનારા બે આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા

calendar_todayFebruary 18, 2026

Mehsana News: કડીમાં 16 વર્ષની સગીરાને પીંખી નાખનારા બે આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના કડીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને 25 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. મહેસાણાની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સજા ઉપરાંત આરોપીઓને પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે સગીરાને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.

મહેસાણાની પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

મહેસાણાના કડીમાં ફેબ્રુઆરી 2024માં બે આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કડીના એક ગામની સીમમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ કેસની સુનાવણી મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં યોજાઈ હતી. કોર્ટે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી વિવિધ કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટે મુખ્ય આરોપી નરેશજી નટુજી ઠાકોર અને સહ-આરોપી અજયજી વિરાજી ઠાકોરને 25 વર્ષની સખત કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર સગીરાને એક લાખનું વળતર આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ