android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: ઊર્જા મંત્રીના હસ્તે UGVCLની અત્યાધુનિક ડિસ્પેન્સરીનું લોકાર્પણ, 3,000 કર્મચારીઓને થશે સીધો લાભ

calendar_todayFebruary 6, 2026

Mehsana: ઊર્જા મંત્રીના હસ્તે UGVCLની અત્યાધુનિક ડિસ્પેન્સરીનું લોકાર્પણ, 3,000 કર્મચારીઓને થશે સીધો લાભ

મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે UGVCL ની નવીન અત્યાધુનિક ડિસ્પેન્સરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાને કારણે વીજ કર્મચારીઓને હવે આરોગ્યલક્ષી સેવાઓ માટે બહાર ભટકવું નહીં પડે.

કર્મચારીઓને મળશે 'ઘર આંગણે' સારવાર

UGVCL દ્વારા અંદાજે 7 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ડિસ્પેન્સરી તમામ આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને તેમને ઝડપી તબીબી સહાય પૂરી પાડવાનો છે. નિવૃત્ત થયેલા અને હાલ સેવામાં હોય તેવા 3,000 થી વધુ કર્મચારીઓ અને તેમના આશ્રિતોને આ સુવિધાનો સીધો લાભ મળશે.વીજ કર્મચારીઓને હવે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર ઝડપથી દવાઓ અને પ્રાથમિક સારવાર મળી રહેશે.7 લાખના ખર્ચે મેડિકલ સાધનો અને જરૂરી સુવિધાઓ સાથે આ સેન્ટર કાર્યરત કરાયું છે.

સ્માર્ટ મીટર અને એગ્રીકલ્ચર કનેક્શન પર મંત્રીની સમીક્ષા

લોકાર્પણ કાર્યક્રમ બાદ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે UGVCL ના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા સમાન સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી અને ખેડૂતોને આપવામાં આવતા એગ્રીકલ્ચર કનેક્શનની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે.

આ પણ વાંચો:Jamnagar: અડધી રાત્રે આતંક મચાવતી બાઇકર્સ ટોળકીને પોલીસે ભણાવ્યો પાઠ, 24 શખ્સો ઝડપાયા