android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Modasa: મોડાસામાં અખાધ કેરીઓનો નાશ કરી વેપારીઓને 4200 રૂપિયા દંડ કરાયો

calendar_todayMay 13, 2026

Modasa: મોડાસામાં અખાધ કેરીઓનો નાશ કરી વેપારીઓને 4200 રૂપિયા દંડ કરાયો

મોડાસા : કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ઠંડક મેળવવા વિવિધ ઠંડા પીણાં અને રસ પી સંતોષ માને છે. જો કે આવા સમયે તકનો લાભ ઉઠાવી અનેક વેપારીઓ લોકોને અખાધ વસ્તુઓ પીરસતા હોય છે ત્યારે મોડાસામાં નગરપાલિકાના વહીવટીદાર વિશાલ.બી.પટેલ તેમજ ચીફ્ ઓફ્સિર ભદ્રેશ.જે પટેલના માર્ગદર્શન હેઠળ સુનિલસિંહ રાજપુરોહિત, ચિરાગ પ્રજાપતિ તથા આરોગ્ય ટીમ દ્વારા શહેરમાં જુદી જુદી 8 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અખાદ્ય કેરીઓનો નાશ કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં અંદાજિત 50 કિલોથી વધુ કેરીઓનો નાશ કરી વેપારીઓને 4200 રૂપિયા તથા દંડ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો