calendar_todayApril 17, 2026
Modasa: સાઠંબા તાલુકો વિકાસની નવી ઉંચાઈઓ સર કરશે :CM
અરવલ્લી જિલ્લાના નવરચિત સાઠંબા તાલુકા ખાતે ચૂંટણી પ્રચારાર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી હતી. સાઠંબા તાલુકો વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી. નવરચિત સાઠંબા તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું પ્રથમ વખત આગમન થતાં સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સાઠંબા ક્વોરી એસોસિએશન, સાઠંબા વેપારી મંડળ અને 42 ગામ કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાઠંબા તાલુકો વિકાસની નવી ઉંચાઈઓ સર કરે તે માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી. સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો એ જ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકતરઓ તેમજ નવરચિત સાઠંબા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો, તેમના ટેકેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો