android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: વાંકાનેરમાં શ્રમિકોએ પગાર નહીં થતાં કારખાનામાં તોડફોડ કરી, માલિકે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી

calendar_todayJanuary 13, 2026

Morbi: વાંકાનેરમાં શ્રમિકોએ પગાર નહીં થતાં કારખાનામાં તોડફોડ કરી, માલિકે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી

મોરબીના વાંકાનેરમાં સિરામિકના કારખાનામાં કામ કરતા શ્રમિકોએ તોડફોડ કરી હતી. કારખાનામાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટર તોડફોડ કરીને સામાન લઈ ગયા હતાં. જેના કારણે કારખાનામાં અંદાજે 75 લાખનું નુકસાન થયુ હોવાનો અંદાજનો આક્ષેપ કરાયો છે. પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીના વાંકાનેર નજીક કૃશો સિરામિકમાં કામ કરતા શ્રમિકો અને કોન્ટ્રાક્ટર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. કારખાનામાં કામ કરતા શ્રમિકોએ તોડફોડ કરીને સામાન ભરી લીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં. કારખાનામાં કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા આ બનાવ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનામાં ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, આનંદ કૈલા અને આઠ અજાણ્યા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કારખાનાના માલિકે પોલીસમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચોઃ Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા