android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi : મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાંખવા દેવાય, Video

calendar_todayAugust 24, 2026

Morbi : મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાંખવા દેવાય, Video

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ પોતાના ત્યાં 6 વખત રેડ પડી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.

ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે

ખેડૂત જાગૃતિ સભા દરમિયાન રાકેશ અમૃતિયાએ સરકારની નીતિઓ અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદન સામે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા અને તેના વળતરના મુદ્દે તેમણે સ્પષ્ટ શબ્દોમાં સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે અને માત્ર સરકારી કાર્યવાહીથી ખેડૂતોની જમીન પર કબજો ચલાવી લેવામાં નહીં આવે.

માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી

તેમણે સરકારની કામગીરી પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી. ખેડૂતોના હિત સાથે સમાધાન કરવામાં નહીં આવે તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. તેમણે થાંભલા કાઢવાની કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતાં ખેડૂત આંદોલનને વધુ આક્રમક દિશામાં લઈ જવાનો પણ ઈશારો કર્યો હતો. 

 


ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં આવે 

રાકેશ અમૃતિયાએ આક્રમક અંદાજમાં કહ્યું કે ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં નહીં આવે તો થાંભલા નાખવા દેવામાં આવશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે થાંભલા ઊભા થયા બાદ જમીનની કિંમત ઘટી જાય છે અને ખેડૂતોને તેના કારણે નુકશાન થશે


આ પણ વાંચો :  Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?