android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: દલવાડી સર્કલ પાસે થાર ગાડીએ સર્જ્યો અકસ્માત, બાઈક અને કારને કચડી 500 ફૂટ દૂર દીવાલમાં ઘુસી ગઈ

calendar_todayFebruary 24, 2026

Morbi: દલવાડી સર્કલ પાસે થાર ગાડીએ સર્જ્યો અકસ્માત, બાઈક અને કારને કચડી 500 ફૂટ દૂર દીવાલમાં ઘુસી ગઈ

શહેરના હાઈવે પર આવેલા દલવાડી સર્કલ નજીક એક બેફામ બનેલી થાર ગાડીએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં થાર ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પરથી પસાર થતા અને પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.

 થાર ગાડીએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો 

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી હાઈવે પરથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપી થાર ગાડીએ અચાનક એક બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. એટલું જ નહીં, રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી એક કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ પણ ગાડી ઉભી રહી ન હતી અને અંદાજે 500 ફૂટ દૂર સુધી ઘસડાઈને રસ્તાની બાજુમાં આવેલી એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

CCTVમાં કેદ થઈ ભયાનકતા

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે થાર ગાડી કેટલી પ્રચંડ ગતિએ આવી રહી હતી અને કઈ રીતે વાહનોને ફંગોળી દીધા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરી થાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો:Mehsana: પુનાસણમાં દીપડાની દહેશત, ખેતરમાં કામ કરતા ખેડૂતે મોબાઈલમાં વીડિયો કેદ કર્યો