calendar_todayJuly 26, 2026
Morbi: મોરબીમાં રાત્રીના લિફ્ટમાં ફ્સાયેલા 6 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢયા
મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં શનિવારે મધ્યરાત્રીના સમયે છ લોકો લિફ્ટમાં ફ્સાઈ ગયા હોવાથી મદદ માટે કોલ મળતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે દોડી જઈ આધુનિક મશીનરી વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લિફ્ટમાં ફ્સાઈ ગયેલા તમામ છ લોકોને સલામત રીતે લિફ્ટની બહાર કાઢયા હતા.
મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તરમાં આવેલ નાગરતન પ્લાઝાની લિફ્ટમાં શનિવારે મોડી રાત્રે 6 યુવાનો ફ્સાઈ જતા મદદ માટે ફાયર વિભાગનો સંપર્ક કરતા ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે લિફ્ટમાં ફ્સાયેલા લોકોને બહાર કાઢવા માટે અત્યાધુનિક હોલમેટ્રો સ્પેડર સાધનનો ઉપયોગ કરી લિફ્ટનો દરવાજોખોલીને અંદર ફ્સાયેલા સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યસ પટેલ, અનુજ વ્યાસ અને વિશ્વરાજસિંહ ડોડીયાને સલામત રીતે બહાર કાઢયા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો