calendar_todayApril 30, 2026
Morbi: વ્યાજખોરીના વિષચક્રમાં હોટેલ માલિક હોમાયા, મકાન અને ચેક પડાવી લેનાર 7 વ્યાજખોરો સામે એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. તાજેતરની ઘટનામાં મોરબીના જાણીતા હોટેલ માલિક અશ્વિનભાઈ બોપલીયાએ 7 વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પુત્ર નિરવ બોપલીયાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
4ટકાથી 30 ટકા સુધીનું વ્યાજ
મૃતક અશ્વિનભાઈએ અલગ-અલગ શખ્સો પાસેથી નાણાં લીધા હતા. આરોપીઓ તેમની પાસેથી 4 ટકાથી લઈને 30 ટકા સુધીનું જંગી વ્યાજ વસૂલતા હતા. આટલું વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ ન હતી અને તેઓએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.
મકાન અને કોરા ચેક પડાવી લીધા
આરોપીઓએ દબાણ કરી અશ્વિનભાઈ પાસેથીમકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો.8 કોરા ચેક સહી કરાવીને પડાવી લીધા હતા.તેમનો મોબાઈલ પણ આંચકી લીધો હતો.આટલી મિલકતો પચાવી પાડ્યા બાદ પણ આરોપીઓ સતત વ્યાજની માંગણી કરીને માનસિક ટોર્ચર કરતા હતા, જેનાથી કંટાળીને અંતે હોટેલ માલિકે જીવન ટૂંકાવ્યું હતું.
જેમના સામે ફરિયાદ નોંધાઈ તેવા આરોપીઓ
1. ઈમરાન માડકીયા
2. અજય ભટ્ટ
3. ગીરીરાજ સિંહ ગોહિલ
4. ભરત રબારી
5. અજીત રાઠોડ
6. વિપુલ રાઠોડ
7. કિશન રબારી
પોલીસ કાર્યવાહી
મોરબી પોલીસે આ 7 આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને મની લોન્ડરિંગના કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તમામ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Jamnagar: રણજીતસાગર રોડ પર લોહીયાળ ખેલ, યુવકની બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા