android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi:  મોટાભેલા ગામે કામધંધા બાબતે ટોકતા પુત્રએ 85 વર્ષીય પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા

calendar_todayApril 9, 2026

Morbi: મોટાભેલા ગામે કામધંધા બાબતે ટોકતા પુત્રએ 85 વર્ષીય પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટાભેલા ગામે લોહીના સંબંધોને લજવતી એક ઘટના બની છે. જેમાં એક પુત્રએ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને પોતાના જ વૃદ્ધ પિતાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. કામધંધા બાબતે પિતાએ શિખામણ આપી તે પુત્રને ન ગમતા તેણે આ હિંસક કૃત્ય આચર્યું હતું.

 માળિયામાં પુત્રએ પિતાની હત્યા કરી

મળતી માહિતી મુજબ, મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને કામધંધા બાબતે ઠપકો આપ્યો હતો. પિતા તેને નકામો રખડવાને બદલે કોઈ કામ વળગવા બાબતે ટોકતા હતા. આ સામાન્ય વાતમાં આવેશમાં આવી ગયેલા પુત્ર પ્રવિણે ઘરમાં રહેલી કુહાડી વડે પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

વૃદ્ધ પિતાનું કરુણ મોત

કળિયુગી પુત્ર પ્રવિણે તેના પિતાના પગના ભાગે કુહાડીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. 85 વર્ષની વયે ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે જીવણભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.ઘટના અંગે મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ સોમાણીએ પોતાના જ ભાઈ પ્રવિણ સામે માળિયા પોલીસ મથકમાં પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Vadodara: અકોટામાં ડિવાઈડર કૂદીને કાર સીધી ઘરમાં ઘૂસી, નબીરાઓ નશામાં હોવાની આશંકા