android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત

calendar_todaySeptember 16, 2026

Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત

શેરબજારમાં રોકાણ કરી ટૂંક સમયમાં મોટો નફો કમાઈ આપવાની લાલચ આપીને નાગરિકોને શિકાર બનાવતી સાયબર ગેંગ સામે મોરબી સાયબર પોલીસે મોટી સફળતા મેળવી છે. મોરબીના એક વેપારી સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ. 86.25 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ત્રણ ચાલાક આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધા છે.

મોરબીના વેપારી સાથે 86.25 લાખની છેતરપિંડી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ મુખ્યત્વે લોકોને અને યુવાનોને ફોન કરીને શેરબજારની વિવિધ લોભામણી સ્કીમો સમજાવતા હતા. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં અનેકગણો ફાયદો થશે તેવી ખાતરી આપીને તેઓ વેપારીઓ પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા.વેપારીએ સાયબર ફ્રોડ અંગે મોરબી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધારે તપાસ તેજ કરી હતી. સાયબર પોલીસે સઘન કાર્યવાહી કરીને ગુનામાં સંમેલિત આરોપી નિતીન રબારી, ભલાભાઇ રબારી અને કશ્યપજી ઉર્ફે ચકો ઠાકોરની ધરપકડ કરી લીધી છે.

આરોપીઓ પાસેથી 61 લાખની રકમ કબ્જે કરી લીધી

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓ પાસેથી 61 લાખ જેટલી મોટી રકમ પણ કબ્જે કરી લીધી છે. આ સાયબર ગેંગે અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ મોટા આકાઓ જોડાયેલા છે કે નહીં, તે અંગે મોરબી સાયબર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Una: ઉમેદપરા પાસે રૂપેણ નદીના પુલ પરથી માછલી ભરેલો આયશર ટ્રક 15 ફૂટ નીચે ખાબક્યો! અકસ્માતમાં 1 વ્યક્તિનું કરુણ મોત