calendar_todayMarch 30, 2026
Morbi : એસટી બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર-ATI વચ્ચે જાહેરમાં છુટા હાથની મારામારી
મોરબીના નવા એસટી બસ સ્ટેન્ડમાં ગત 18 જાન્યુઆરીના રોજ એસટી ડ્રાઈવર અને એટીઆઈ (ATI) વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જાહેરમાં છુટા હાથની મારામારી થઇ હતી જેના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જાહેરમાં થઈ મારામારી
બનાવની વિગત મુજબ, મોરબી ડેપોના નવા બસ સ્ટેન્ડ પરિસરમાં ફરજ પર હાજર એટીઆઈ અને એસટી ડ્રાઈવર વચ્ચે કોઈ કારણસર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે બંને કર્મચારીઓ મર્યાદા ભૂલીને જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા. મુસાફરોની હાજરીમાં બનેલી આ ઘટનાથી એસટી નિગમની છબી ખરડાઈ છે.
કારણ હજુ પણ અકબંધ
આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાના આટલા દિવસો બાદ સીસીટીવી સામે આવ્યા હોવા છતાં, બંને વચ્ચે ઝઘડો કઈ બાબતે થયો હતો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
તંત્રની કાર્યવાહી પર નજર
એસટી તંત્ર દ્વારા આ ગેરશિસ્ત બદલ બંને કર્મચારીઓ સામે કેવા પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો---- Himatnagar : આગીયોલમાં જૂની અદાવતમાં હત્યા બાદ આરોપીનું પણ રહસ્યમય મોત થતાં પોલીસ પણ મૂંઝવણમાં