android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ

calendar_todaySeptember 7, 2026

Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ઘરમાં જ ચાલતી નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ બૂટલેગરો નકલી દારૂ બનાવીને બજારમાં વેચે તે પહેલાં જ પોલીસે દરોડો પાડીને તમામ ગેરકાયદે જથ્થો જપ્ત કરી લીધો છે.

ઘરમાં ચાલી રહ્યો હતો ઝેર બનાવવાનો કાળો કારોબાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગોરખધંધો મહેશ ઉર્ફે મુનાભાઈ કાજીયા અને અજયસિંહ ભાવુભા જાડેજા નામના શખ્સોના મકાનમાંથી ચલાવવામાં આવતો હતો. બ્રાન્ડેડ દારૂના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરીને ઝેર સમાન નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ કાળા કારોબારમાં સામેલ કુલ 5 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

400 લીટર કેમિકલ અને 1400 ખાલી બોટલો જપ્ત

દરોડા દરમિયાન LCB ની ટીમને સ્થળ પરથી 400 લીટર આલ્કોહોલ જેવું ઝેરી કેમિકલ, કેમિકલયુક્ત પાણી, કલર અને એસન્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય બ્રાન્ડેડ દેખાવ આપવા માટે ઉપયોગમાં લેવાતી 1400 ખાલી દારૂની બોટલો, બુચ, ઢાંકણાં અને બ્લેન્ડર્સ વ્હિસ્કીના નકલી સ્ટીકરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

==" target="_blank">

==

ભાવનગર નકલી દારૂની ઘટના

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 12થી વધુ લોકોના મોત થયા છે. આવામાં વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાતા પોલીસ અને સરકાર સામે સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ અને દારૂ સંબધિત ગુનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય છે. આવામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો થાય છે. 


આ પણ વાંચો: Morbi News: શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ, હળવદ અને વાંકાનેરમાં 18 શકુનિ ઝડપાયા