calendar_todayMarch 16, 2026
Morbi: સબ-જેલમાં પ્રતિબંધિત સામગ્રીનો રાફડો ફાટતા જેલ આઈજી પહોંચ્યા, SP અને DYSP સાથે બેઠક કરી
મોરબી સબ-જેલ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે. જેલની અંદરથી વારંવાર મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત સામગ્રીઓ મળી આવતા જેલ તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેલ આઈજી ગિરીશ પંડ્યા મોરબી પહોંચ્યા હતા અને જેલનું નિરીક્ષણ કર્યું હતું.
મોરબી સબ -જેલની આઇજીએ લીધી મુલાકાત
માત્ર બે દિવસ પહેલા જ મોરબી સબ-જેલની અંદરથી મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષાના તમામ દાવાઓ છતાં જેલની અંદર મોબાઈલ ફોન પહોંચતા હોવાની ઘટનાએ ઉચ્ચ અધિકારીઓને હચમચાવી દીધા છે. આ ઘટના બાદ જેલની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી છટકબારીઓને ડામી દેવા માટે આઈજીએ કડક વલણ અપનાવ્યું છે.
એસપી અને ડીવાયએસપી સાથે બેઠક કરી
મોરબી સબ-જેલ ખાતે પહોંચેલા જેલ આઈજી ગિરીશ પંડ્યાએ મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેવી રીતે પ્રવેશે છે અને જવાબદાર કોણ છે, તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.