android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
MP Mayank Nayakની સંસદમાં મહત્વની રજૂઆત, વિદ્યાર્થીઓ ‘નોકરી દાતા’ બનાવવાની માગ

calendar_todayFebruary 5, 2026

MP Mayank Nayakની સંસદમાં મહત્વની રજૂઆત, વિદ્યાર્થીઓ ‘નોકરી દાતા’ બનાવવાની માગ

રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે સંસદના ગૃહમાં દેશના શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દેશની સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IIM અને IITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી મેળવીને મોટી કંપનીઓમાં નોકરી શોધનારા (Job Seekers) ન બને, પરંતુ તેઓ 'નોકરી દાતા' (Job Creators) બને તેવું વાતાવરણ તૈયાર કરવું જોઈએ.

સ્ટાર્ટઅપ અને ઉદ્યોગલક્ષી શિક્ષણ પર ભાર

સાંસદ મયંક નાયકે ગૃહમાં જણાવ્યું હતું કે જો આપણે ભારતમાં મોટા પાયે રોજગારીનું નિર્માણ કરવું હોય, તો શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર લાવવો અનિવાર્ય છે. તેમણે માંગ કરી હતી કે: સ્ટાર્ટઅપ અભ્યાસક્રમ: IIM અને IITમાં ખાસ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાને લગતા કોર્સ શરૂ કરવામાં આવે. પ્રાયોગિક જ્ઞાન: વિદ્યાર્થીઓને માત્ર થિયરી નહીં, પણ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો? લાઇસન્સની પ્રક્રિયા શું હોય છે? અને વ્યવસાયના સંચાલનની પાયાની વિગતો અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવે.

રોજગારીના નિર્માણ માટે નવો અભિગમ

મયંકભાઈ નાયકની આ રજૂઆત પાછળનો મુખ્ય હેતુ દેશના તેજસ્વી યુવાનોની બુદ્ધિશક્તિનો ઉપયોગ નવા ઉદ્યોગો સ્થાપવા માટે થાય તેવો છે. તેમણે ઉમેર્યું કે જ્યારે એક વિદ્યાર્થી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે, ત્યારે તે પોતાની સાથે અન્ય સેંકડો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને લાઇસન્સ પ્રક્રિયાથી માંડીને તમામ વ્યવસાયિક બાબતોનું માર્ગદર્શન અભ્યાસમાં જ આપવું જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો