android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai: ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....

calendar_todaySeptember 8, 2026

Mumbai: ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....

થાણેના કલ્યાણમાં કોલસેવાડી પોલીસે એટીએમ મશીનોમાં ફેવિકોલ લગાવીને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ એટીએમ સેન્ટરમાં સ્લોટ પર ફેવિકોલ ચોંટાડી દેતી હતી, જેથી ગ્રાહકનું એટીએમ કાર્ડ મશીનમાં જ ફસાઈ જતું હતું. ત્યારબાદ મદદ કરવાના બહાને તેઓ ગ્રાહકનો એટીએમ પિન મેળવી લેતા હતા અને મોબાઈલ ફોન દ્વારા ખોટી માહિતી આપીને ખાતું ખાલી કરી દેતા હતા.

ચોરોનો ગજબનો કીમિયો

કલ્યાણ પૂર્વના એક એટીએમ સેન્ટરમાં છેતરપિંડીના પ્રયાસની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રાજેશ કુમાર યાદવ નામના આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય ત્રણ સાથીઓની માહિતી આપી હતી, જેઓ ભીવંડીના કોંગાઓ વિસ્તારમાં છુપાયેલા હતા.

ફિલ્મી શૈલીમાં પોલીસનું પરાક્રમ અને આરોપીઓની ધરપકડ

પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા કોંગાઓ ખાતે ટીમ મોકલી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપીઓ પટણા એક્સપ્રેસ ટ્રેન દ્વારા બિહાર ભાગી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમ તાત્કાલિક કલ્યાણ રેલવે સ્ટેશન પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન રવાના થઈ ચૂકી હતી. હાર ન માનતા પોલીસકર્મીઓ ચાલુ ટ્રેનમાં દોડી ગયા અને અંદર જઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અંતે, ટ્રેન કસારા રેલવે સ્ટેશને પહોંચે તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢંગે પીછો કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી

કોલસેવાડી પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગેંગે આ અવિરત પદ્ધતિનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને પીડિતોના ખાતામાંથી કુલ કેટલા નાણાં પડાવી લીધા છે. એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અને અજાણ્યા લોકોની મદદ ન લેવા માટે પોલીસે નાગરિકોને અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Heart Attack: આખા દિવસની એ 10 મિનિટ જ્યારે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, જોખમથી બચવા શું કરવું?