android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai BMC Election Results: 227 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં ભાજપ 20 બેઠકો પર આગળ

calendar_todayJanuary 16, 2026

Mumbai BMC Election Results: 227 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં ભાજપ 20 બેઠકો પર આગળ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર કરવામાં આવશે. જે માટે મતગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઇ ગઇ છે.  ત્યારે શરૂઆતી વલણોમાં ભાજપ 12 બેઠક પર આગળ હોવાનું સામે આવ્યું છે.  ઉદ્ધવ જૂથ- એનસીપી શરદ પવાર 6 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજેપી 12 બેઠકો પર આગળ છે. પુણે, થાણે અને ભિવંડી, નાગપુરમાં બીજેપી આગળ ચાલી રહી છે. 

ક્યાં કોણ આગળ અને પાછળ? 

  • મુંબઇમાં બીજેપી 27, UBT 18થી આગળ
  • થાણેમાં બીજેપી 6,  શિવસેવા 6થી આગળ
  • નાગપુરમાં બીજેપી 5 બેઠકથી આગળ

52.94 ટકા થયું છે મતદાન 

વિવિધ સ્થળોએ ત્રેવીસ ગણતરી ખંડો બનાવવામાં આવ્યા છે. ગણતરી પ્રક્રિયા માટે વિગતવાર યોજનાને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભૂષણ ગગરાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગણતરી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર હાથ ધરવામાં આવી છે.  અને આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.. ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક આયોજન અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સાવચેતી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  ગુરુવારે 227 વોર્ડ માટે મતદાન થયું હતું. મતદાનની ટકાવારી 52.94 ટકા હતી, જે 2017 માં 55.53 ટકા હતી.