android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai MLA Parag Shah: 5000 કરોડના માલિક ધારાસભ્ય મુંબઈના રસ્તા પર કેમ બન્યા ભિખારી

calendar_todaySeptember 15, 2026

Mumbai MLA Parag Shah: 5000 કરોડના માલિક ધારાસભ્ય મુંબઈના રસ્તા પર કેમ બન્યા ભિખારી

લાંબી દાઢી, ફાટેલા કપડાં અને હાથમાં વાટકી સાથે એક શખ્સ રસ્તાઓ પર પસાર થતા લોકો પાસે ભીખ માગતો હતો. રાહદારીઓ પાસે મદદ માંગી વાસી રોટલી અને ઉપલબ્ધ ખોરાક પર ગુજરાન ચલાવનાર આ શખ્સ કરોડોનું સામ્રાજ્ય છોડી ભીખારી તરીકે જીવન પસાર કરે છે. આખરે કોણ છે આ શખ્સ જે સંપત્તિ છોડી ભીખારી બની મુંબઈના રસ્તા પર ભીખ માગી રહ્યા છે. ખરેખર આ શખ્સ મુંબઈ ઘાટકોપર પૂર્વના ભાજપના ધારાસભ્ય પરાગ શાહ છે. કેમ તેઓ ભીખારી બન્યા જાણો આ રસપ્રદ કહાની.

ધારાસભ્ય પરાગશાહ બન્યા ભીખારી

મુંબઈના ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય (MLA) પરાગ શાહ, જેઓ આશરે ₹૫,૦૦૦ કરોડની અથાહ સંપત્તિ, રાજકીય પ્રભાવ અને મજબૂત સુરક્ષા બંદોબસ્ત ધરાવે છે, તેમણે તાજેતરમાં એક એવો આધ્યાત્મિક પ્રયોગ કર્યો જેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. પોતાની VIP ઓળખ, કિંમતી ગાડીઓ અને બોડીગાર્ડ્સનો ઘેરો છોડીને તેઓ મુંબઈના રસ્તાઓ પર ફાટેલા કપડાં અને હાથમાં વાટકી સાથે એક સામાન્ય ભિખારી તરીકે નીકળી પડ્યા હતા.

ગુરુ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો આદેશ, છોડી સંપત્તિ 

જૈન ચાતુર્માસ દરમિયાન ધારાસભ્ય પરાગ શાહે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના ઉપદેશથી આ આત્મનિરીક્ષણનો પ્રયોગ કર્યો હતો. ગુરુજીએ તેમને સંપત્તિ, હોદ્દો અને રાજકીય અહંકારથી પર થઈને સમાજના સૌથી નબળા વર્ગના જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ આદેશનું પાલન કરવા માટે તેમણે સુરક્ષા હટાવી દીધી અને મેકઅપ આર્ટિસ્ટની મદદથી એક એવો ભિખારીનો લુક ધારણ કર્યો કે જેથી ઘાટકોપરના જ રસ્તાઓ પર તેમને કોઈ ઓળખી ન શકે.

હાથમાં વાટકી, લાંબી દાઢી અને ફાટેલા કપડાં સાથે રસ્તા પર માંગ્યા પૈસા

આ અનુભવ દરમિયાન પરાગ શાહ પાસે કોઈ મોબાઈલ, લેટેસ્ટ ગાડી કે રાજકીય ફાઈલો નહોતી. લાંબી દાઢી અને ફાટેલા કપડાં સાથે તેઓ હાથમાં વાટકો લઈને પસાર થતા લોકો અને વાહનચાલકો સમક્ષ મદદ માટે હાથ લંબાવતા રહ્યા. લગભગ એક કલાક ચાલેલા આ પ્રયોગ દરમિયાન કોઈ પણ નાગરિક તેમને ઓળખી શક્યો નહીં. જે નેતાને મળવા લોકો રાહ જોતા હોય, તે જ નેતા આજે રસ્તા પર સામાન્ય માણસની જેમ મદદ માગી રહ્યા હતા.

વાસી રોટલી ખાધી, લોકોનો ઠપકો અને માનવતાના દર્શન પણ થયા

રસ્તા પર ભીખ માંગતી વખતે પરાગ શાહે સમાજના અલગ-અલગ ચહેરા જોયા. ઘણા લોકોએ તેમની અવગણના કરી, કેટલાકે ધિક્કારીને ઠપકો આપ્યો, તો કેટલાક દયાળુ લોકોએ માનવતા દર્શાવીને તેમના વાટકામાં પૈસા કે ખોરાક મૂક્યો. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્યએ લોકોને હાથે મળેલી વાસી રોટલી અને ભોજન ખાઈને પોતાની ભૂખ સંતોષી હતી, જેનાથી તેમને ગરીબી અને ભૂખમરાની વાસ્તવિકતાનો ઊંડો અહેસાસ થયો.

મેકઅપ ઉતાર્યા બાદ મદદ કરનારા લોકોનો માન્યો આભાર

સાંજના સમયે આ પ્રયોગ પૂર્ણ થયા બાદ પરાગ શાહે પોતાનો ભિખારીનો મેકઅપ દૂર કર્યો અને મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા. ત્યારબાદ તેઓ એ જ સામાન્ય નાગરિકોને રૂબરૂ મળવા પહોંચ્યા જેમણે તેમને ભિખારી સમજીને રોટલી કે પૈસા આપ્યા હતા. તેમણે તે તમામ લોકોનો આભાર માન્યો અને તેમની સાથે વાતચીત કરીને અનુભવો શેર કર્યા.

સાચો સંદેશ: પદ અને શક્તિ કરતાં માનવતા મોટી

આ પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ અહંકાર અને પદનો મોહ છોડીને સાચી માનવતાને સમજવાનો હતો. ગુરુ નમ્રમુનિ મહારાજના જણાવ્યા મુજબ, વ્યક્તિ ગમે તેટલી આર્થિક કે રાજકીય ઊંચાઈ પર પહોંચે, પણ તેણે જમીન પરના જરૂરિયાતમંદ લોકોની તકલીફો ક્યારેય ભૂલવી જોઈએ નહીં. ₹૫,૦૦૦ કરોડની માલિકી ધરાવતા ધારાસભ્ય માટે આ અનુભવ જીવનનો સૌથી મોટો આત્મજ્ઞાનનો પાઠ સાબિત થયો.


આ પણ વાંચો : Gurugram Hit and Run Case: રાજસ્થાનના દૌસાથી ઝડપાયો આરોપી કલ્યાણ બૈસલા