android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada: દેવમોગરા મંદિરમાં વડાપ્રધાન મોદીજીના જન્મદિનની ઉજવણી

calendar_todaySeptember 18, 2026

Narmada: દેવમોગરા મંદિરમાં વડાપ્રધાન મોદીજીના જન્મદિનની ઉજવણી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર દેવમોગરા માતાજીના સાનિધ્યમાં આશીર્વાદનો દીવો પ્રગટાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

દેવમોગરા માતાજી સમક્ષ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ ભારત દેશ સતત પ્રગતિના પંથે અગ્રેસર રહે અને દેશની સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા ગુજરાત આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા માંગરોળ (સુરત)ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ રાજ્યસભાના સાંસદ સભ્ય મુકેશભાઈ રાઠવા અને સાર્વજનિક દેવ મોગરા માઈ મંદિર ટ્રસ્ટના ઉપ પ્રમુખ નાન સિંગ વસાવા અને ટ્રસ્ટીઓ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું દેવ મોગરા માતાજીના મંદિરે ઉપ પ્રમુખ નાન સિંગ વસાવા અને ટ્રસ્ટી મંડળ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. મંદિર રંગ બે રંગી રોશનીથી ઝળહળી ઊઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો