calendar_todaySeptember 14, 2026
Narmada: દેશમાં 35 લાખ સહકારી સંસ્થાઓ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ કરે છે
ભારત સરકારના ગ્રાહકબાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમના પ્રવાસના બીજા દિવસે એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (GECOCSL)ના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ચિંતન શિબિરમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રસંગોચિત ઉબ્દોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષકહંમેશા લોકોને રોજિંદા જીવનની મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનો પુરુષાર્થ કરે છે. સતત પ્રયાસોથી જ એકસંસ્થા સમય જતાં વટવૃક્ષ બને છે. દેશમાં 35 લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે અને વિવિધ ક્ષેત્રોમાં 150થી વધુ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને લોકોના જીવનમાં સકારાત્મકપરિવર્તન લાવી રહી છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના સહકારી મંડળીઓ (ઔદ્યોગિક)ના સંયુક્ત રજિસ્ટ્રાર આર.ડી. ત્રિવેદી, નિયામકખાંડ સહકારી મંડળીઓ સુનિલકુમાર ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉબ્દોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ. રામસિંહ રાજપૂત (પૂર્વ રજિસ્ટ્રાર), સંસ્થાના સ્થાપકપ્રમુખ શ્રી હરિભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દિપકકુમાર જાદવ, મંત્રી ડૉ. પ્રકાશ રાજપૂત સહિત સંસ્થાના રોકાણકારો, સભાસદો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો