calendar_todayApril 26, 2026
Narmada: દેડિયાપાડા જિ.પં.ની 5 અને તા. પં.ની 18 બેઠક માટે આજે મતદાન
દેડિયાપાડા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે તા. 26 એપ્રિલના રોજ યોજાશે તેની તડામાર તૈયારી પૂર્ણ કરાઇ છે. દેડિયાપાડા તાલુકાની જિલ્લા પંચાયતની કુલ 5 બેઠકો માટે તમામ બૂથ લેવલની તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી દેડિયાપાડા પ્રાંત અધિકારી જુઈ પાંડે એ જણાવ્યું હતું. જ્યારે દેડિયાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકો છે. તેના ચૂંટણી અધિકારી દેડિયાપાડાના મામલતદાર ચિરાગ કામોલ અને દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી યોગેશ તડવી કાર્યભાર સંભાળી રહ્યાં છે. દેડિયાપાડા તાલુકામાં મતદાન મથકો કુલ. 139 છે. તેમાં 27 મતદાન મથકો ક્રિટીકલ મતદાન મથકો છે. સંવેદનશીલ મતદાન મથકો છે. પુરુષ મતદારોની સંખ્યા- 47,819 છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 46710 છે. કુલ. મતદારો 94529 છે. કુલ - 139 બુથ મતદાન મથકો છે. પ્રિસાઈડીગ, આસિ. પ્રિસાઈડીગ, મહિલા પોલિંગ અને પટાવાળા મળી કુલ. 556 કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવશે. રીઝર્વ કર્મચારીઓ અને ઝોનલ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા છે.
દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળામાં મતદાન
દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને ઇવીએમ મશીન અને અન્ય ચૂંટણીની સામગ્રી સાથે વાહનોમાં મતદાન મથકોએ રવાના કરાયા હતા.
અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી બંદોબસ્ત
દેડિયાપાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમાં પોલીસના 208 જવાન, હોમગાર્ડ-જીઆરડી-248, લોકરક્ષક- 39 ,SRP ના 16, PSI 7, PI 4, DySp-2 મળી કુલ 553 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે.
ચિકદા, સાગબારામાં પણ આજે મતદાન થશે
ચિકદા તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. અને સાગબારા તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ઉપર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારી પૂર્ણ કરાઇ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો