android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada: જિલ્લામાં શ્રોષ્ઠ કામગીરી કરનાર 70 શ્રોષ્ઠિને નર્મદા રત્ન ઍવૉર્ડ

calendar_todaySeptember 9, 2026

Narmada: જિલ્લામાં શ્રોષ્ઠ કામગીરી કરનાર 70 શ્રોષ્ઠિને નર્મદા રત્ન ઍવૉર્ડ

રાજપીપળા : નર્મદા જિલ્લામાં સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને શ્રોષ્ઠ કામગીરી કરનાર આશરે 70 જેટલા શ્રોષ્ઠીઓનું નર્મદા રત્ન એવોર્ડથી સન્માન કરાયું હતું. જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કામગીરીથી આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિભાઓને મોમેન્ટો, શાલ અને બુકે અર્પણ કરી સન્માનિત કરાયા હતા. રાજપીપળા ખાતે યોજાયેલા નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, રાજપીપલા નગરપાલિકા અધ્યક્ષ કુલદિપ સિંહ અલ્કેશ સિંહ ગોહેલ ડીવાયએસપી પ્રેમલ પટેલ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, ચીફ્ ઓફ્સિર વૈશાલીબેન વરિયા, કિરણભાઈ વસાવા, મનોજભાઈ લાલકિયા સહિતના આગેવાનો અને વિવિધ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને કાયદો-વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને ક્કનર્મદા રત્ન એવોર્ડક્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સન્માનિત શ્રોષ્ઠીઓના યોગદાનની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમનું સમગ્ર આયોજન નર્મદા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, લક્ષ્યમ હોન્ડા રાજપીપળા અને NMD ન્યૂઝ નેટવર્ક, નર્મદાના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો