android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada:SoU ખાતે તા.11મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

calendar_todayJanuary 8, 2026

Narmada:SoU ખાતે તા.11મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તા. 11 જાન્યુઆરી, રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે થનાર છે. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ આયોજનના ભાગરૂપે આજરોજ મદદનીશ કલેકટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકત દરમિયાન પરસનજીત કૌરએ કાર્યક્રમનું આયોજન સફ્ળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિત ભારતના 34 મળીને કુલ 79 પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો