android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NASA: ચાંદ પર જવા માગુ છું પણ...દિલ્હીના એક કાર્યક્રમમાં સુનિતા વિલિયમ્સે કહી મનની વાત

calendar_todayJanuary 21, 2026

NASA: ચાંદ પર જવા માગુ છું પણ...દિલ્હીના એક કાર્યક્રમમાં સુનિતા વિલિયમ્સે કહી મનની વાત

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ભારતમાં છે. મંગળવારે તેઓ દિલ્હીમાં સ્વર્ગસ્થ કલ્પના ચાવલાની 90 વર્ષીય માતાને મળ્યા. બંનેએ મુલાકાત દરમિયાન યાદો તાજી કરી. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી ચાવલા, ફેબ્રુઆરી 2003 માં કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાત ક્રૂ સભ્યોમાંના એક હતા, જ્યારે અવકાશયાન ઉતરાણ પહેલાં ક્રેશ થયું હતું.

દિલ્હી આવ્યા હતા સુનિતા વિલિયમ્સ 

સુનિતા વિલિયમ્સ પણ ભારતીય મૂળના છે. તેમના પિતા ગુજરાતના છે. મંગળવારે 60 વર્ષીય વિલિયમ્સે દિલ્હીના અમેરિકન સેન્ટર ખાતે આયોજિત "આઈઝ ઓન ધ સ્ટાર્સ, ફીટ ઓન ધ ગ્રાઉન્ડ" શીર્ષકવાળા ઇન્ટરેક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ભારત આવવું એ ઘરે પાછા ફરવા જેવું હતું.

ભારત આવવું એ ઘરે પાછા ફરવા જેવું છે - સુનિતા વિલિયમ્સ

ઇન્ટરેક્ટિવ સેશનમાં ભાગ લેતી વખતે સુનિતા વિલિયમ્સે તેમની કારકિર્દીના કેટલાક હાઇલાઇટ્સ શેર કર્યા. તેમણે કહ્યું કે ભારત આવવું એ ઘરે પાછા ફરવા જેવું હતું. તેમણે સમજાવ્યું કે તેમના પિતાએ તેમને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો અને તેઓ ગણેશજીને માને છે.

ભારતના ચંદ્રયાન-2 મિશન અંગે, સુનિતા વિલિયમ્સે પોતાનો આશાવાદ વ્યક્ત કર્યો અને અવકાશમાં અમેરિકા અને ભારત વચ્ચે વધતા સહયોગને સકારાત્મક રીતે જોયો. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય અવકાશ એજન્સી ટૂંક સમયમાં મોટા અને મહત્વપૂર્ણ મિશન પૂર્ણ કરશે.


હું ચંદ્ર પર જવા માગુ છું પણ.. 

જ્યારે સુનિતા વિલિયમ્સને ચંદ્ર પર જવાની તેમની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તે ચંદ્ર પર જવા માંગે છે પરંતુ તેમણે રમૂજ અંદાજમાં કહ્યું કે મારા પતિ મારો જીવ લઇ લેશે. તેમણે ઉમેર્યું કે હવે તેઓ પરિવાર સાથે સમય વિતાવવા અને તેની માતાની સંભાળ રાખવા માંગે છે.

સ્ટારલાઇનર મિશન પર ફસાયેલા રહેવા અંગે શું કહ્યું ? 

બોઇંગના સ્ટારલાઇનર પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરના તેમના અણધાર્યા 9.5 મહિનાના મિશન વિશે જણાવતા સુનિતા વિલિયમ્સે એવા દાવાઓને ફગાવી દીધા કે તે નાસા દ્વારા ફસાયેલી અને ત્યજી દેવામાં આવી હતી. વિલિયમ્સે કહ્યું કે ક્રૂ પાસે હંમેશા ઘરે પાછા ફરવાનો રસ્તો હતો અને તેને નાસાના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પર ભરોસો હતો.

વધુ વાંચો-  BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી