calendar_todayJanuary 8, 2026
Nasvadi ના ચામેઠા PHC ની બેદરકારી, હોસ્પિટલના રસોડામાં ધમધમે છે લેબોરેટરી, દર્દીઓ રામભરોસે
નસવાડી તાલુકાના ચામેઠા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા 8 મહિનાથી કાર્યરત આ સરકારી દવાખાનામાં પાયાની જરૂરિયાતો સંતોષવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જગ્યાના અભાવે હોસ્પિટલના રસોડામાં લેબોરેટરી ચલાવવાની ફરજ પડી રહી છે. આ કેન્દ્ર પર આસપાસના 20થી વધુ ગામોના દર્દીઓ નિર્ભર છે, પરંતુ અહીં અપૂરતા બેડ અને યોગ્ય માળખાકીય સુવિધા ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ક્યાં કરાવી પ્રસૂતિ?
ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે. જ્યારે કોઈ સગર્ભા સ્ત્રી પ્રસૂતિ માટે દવાખાને આવે છે, ત્યારે બેડની અછતને કારણે તેની સારવાર ક્યાં કરવી તે એક મોટો પ્રશ્ન બની જાય છે. ગંભીર હાલતમાં પણ દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલ કે દૂરના શહેરોમાં જવું પડે છે, જે આર્થિક અને શારીરિક રીતે જોખમી સાબિત થાય છે. આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારીને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સત્વરે સુવિધાઓ વધારવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gandhinagar News : હર્ષ સંઘવીનો 41મો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરે ગૌ-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા