android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navapura : ધડગાંવના ગેંદા ગામમાં જુવારના પાક વચ્ચે લાખોની ગાંજાની ખેતી

calendar_todaySeptember 9, 2026

Navapura : ધડગાંવના ગેંદા ગામમાં જુવારના પાક વચ્ચે લાખોની ગાંજાની ખેતી

નંદુરબાર જિલ્લામાં આવેલા ધડગાંવ તાલુકાના ગેંદા ગામની સીમ વિસ્તારમાં જુવારના ખેતરમાં ગેરકાયદે રીતે વાવવામાં આવેલા 93 લાખ 6 હજાર રૂપિયાનો 186 કિલો ગ્રામ ગાંજાના છોડ પોલીસે જપ્ત કરી સ્થળ પરથી ખેતીના માલિકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. 8 સપ્ટેમ્બરે મંગળવારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.હેમંત પટીલને ખાનગી રાહે બાતમી મળી હતી કે નિર્મલ વનકર પાવરા (રહે. ગેંદા પોસ્ટ ચીખલી, તા. ધડગાંવ, જિ. નંદુરબાર)એ જુવારના ઊભા પાકની વચ્ચે કોઈને શંકા ન જાય તે રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે તુરંત જ એક ખાસ ટીમ બનાવીને છાપો મારીને જુવારના પાક વચ્ચેથી 93 લાખ 6 હજાર રૂપિયા કિંમતના 186 કિલો ગ્રામ ગાંજાના છોડ શોધી કાઢયા હતા. આ મામલે ખેતરના માલિક વિરુદ્ધ ધડગાંવ પોલીસ મથકના ચોપડે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો