android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navneet Baladhiya કેસમાં લાઈવ વીડિયો મેળવનારા પોલીસ રડારમાં, SIT દ્વારા વધુ 3 શખ્સોની આકરી પૂછપરછ

calendar_todayJanuary 28, 2026

Navneet Baladhiya કેસમાં લાઈવ વીડિયો મેળવનારા પોલીસ રડારમાં, SIT દ્વારા વધુ 3 શખ્સોની આકરી પૂછપરછ

નવનીત બાલધિયા પર થયેલા હિંસક હુમલાની ઘટનાને આજે 30 દિવસ વીતી ગયા હોવા છતાં, પોલીસ અને SIT હજુ પણ આ ગુનાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. છેલ્લા 23 દિવસથી SIT આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેમાં અત્યાર સુધી લોકસાહિત્યકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીર સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પૂછપરછનો નવો દોર શરૂ

આજે SIT દ્વારા વધુ ત્રણ શખ્સો શૈલેષ બારૈયા, પ્રવીણ બાંભણીયા અને દિનેશ ઉર્ફે ગોલ્ડનને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આ ત્રણેય શખ્સોની સતત દોઢ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે જ્યારે નવનીત બાલધિયાને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ આ ઘટનાનો લાઈવ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો જે-તે સમયે જે વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો, તેમાં આ ત્રણેયનો સમાવેશ થાય છે.

વીડિયો મોકલવા પાછળનો હેતુ શું હતો

SIT અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વીડિયો મોકલવા પાછળનો હેતુ શું હતો? શું આ કોઈ ડર ફેલાવવાનું ષડયંત્ર હતું કે પછી અન્ય કોઈ વ્યક્તિઓના ઈશારે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું? પોલીસ અત્યાર સુધી 23થી વધુ લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. ઘટનાના એક મહિના બાદ પણ તપાસની આંચ ઓછી થઈ નથી. ડિજિટલ પુરાવાઓ અને વાયરલ થયેલા વીડિયોના આધારે SIT આ કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ કેટલીક ચોંકાવનારી ધરપકડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની ઐતિહાસિક સિદ્ધિ, UIDAI સાથે કરાર કરનાર દેશની પ્રથમ એજન્સી બની