android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari : ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 આગેવાનો સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો મામલો, 25 મેના રોજ કોર્ટ સંભળાવશે ચૂકાદો

calendar_todayApril 30, 2026

Navsari : ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 આગેવાનો સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો મામલો, 25 મેના રોજ કોર્ટ સંભળાવશે ચૂકાદો

દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર નવસારીના ખેરગામમાં નોંધાયેલા ગંભીર ગુનાના મામલે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત 22 જેટલા આગેવાનો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ડિસચાર્જ અરજી પર આજે અદાલતમાં ધારદાર દલીલો થઈ હતી.

લૂંટ અને હત્યાના પ્રયાસનો ગંભીર આક્ષેપ

વર્ષ 2022માં ખેરગામ ખાતે બનેલી એક ઘટનાના સંદર્ભમાં અનંત પટેલ અને અન્ય કોંગી કાર્યકરો વિરુદ્ધ લૂંટ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાંથી મુક્તિ મેળવવા માટે આરોપીઓ દ્વારા કોર્ટમાં ડિસચાર્જ અરજી કરવામાં આવી હતી, જેના પર આજે બન્ને પક્ષો વચ્ચે જોરદાર કાનૂની જંગ જામ્યો હતો.

બન્ને પક્ષોમાં જોરદાર કાનૂની જંગ જામ્યો

અદાલતમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) નયન સુખડવાલાએ રજૂઆતો કરી હતી, જ્યારે આરોપીઓ તરફે જાણીતા એડવોકેટ પરેશ વાતવેચાએ બચાવ પક્ષની દલીલો રજૂ કરી હતી.

25 મે ના રોજ અદાલત ચુકાદો આપશે

બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ, અદાલતે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આગામી 25 મેના રોજ કોર્ટ આ ડિસચાર્જ અરજી પર પોતાનો અંતિમ ચુકાદો આપશે. આ કેસના પરિણામ પર સમગ્ર ગુજરાતના રાજકીય આલમની નજર ટકેલી છે, 


આ પણ વાંચો----     AMCની રિવ્યુ બેઠકમાં કમિશનરનું રૌદ્ર સ્વરુપ, DyMC ભરત પરમાર અને અમૃતેશનો જાહેરમાં લીધો ઉધડો