android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari: હું CM હતો ત્યારે કન્યા કેળવણી માટે ગામડે-ગામડે ભટકતો, સેવા ક્યારેય એળે નથી જતી-PM

calendar_todaySeptember 8, 2026

Navsari: હું CM હતો ત્યારે કન્યા કેળવણી માટે ગામડે-ગામડે ભટકતો, સેવા ક્યારેય એળે નથી જતી-PM

દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન થયું છે. હેલિપેડ પર વડાપ્રધાન મોદી આવી પહોંચતાં જ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી વડાપ્રધાન મોદી સીધા જ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

નવસારીમાં નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન

નવસારી ખાતે નિર્માણ પામેલું આ 'નમો કમલમ' કાર્યાલય માત્ર એક સંગઠનાત્મક કેન્દ્ર નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓથી સજ્જ છે. વડાપ્રધાન મોદીએ રિબિન કાપીને આ હાઈટેક કાર્યાલયનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ નવસારી ખાતે આયોજિત ભવ્ય જાહેર સભા સ્થળ તરફ રવાના થયા છે. જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને તેઓ સંબોધિત કરશે અને દક્ષિણ ગુજરાત માટે વિવિધ વિકાસલક્ષી દિશાસૂચનો કરશે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવસારી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કરીને સંસ્થાગત અને સામાજિક કાર્યોમાં ગતિ લાવી છે. પ્રવાસ દરમિયાન તેઓ નવસારીના ગામેગામ યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’માં સ્વયં જોડાયા હતા. તેમણે શ્રમદાન કરીને ગ્રામજનોને પોતાના ગામ અને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા.

પીએમ મોદીએ નવસારીને કમલમ કાર્યાલયની ભેટ આપી -સીએમ ભૂપેન્દ્ર પટેલ 

નાગરીક દેવો ભવનો મંત્ર આપ્યો પીએમ મોદીએ,ભાજપનો કાર્યકર્તા સતત લોકો વચ્ચે રહીને કામ કરી રહ્યા છે. 


મોદી મોદીના નારાથી Pmનું સ્વાગત કર્યં લોકોએ 

મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. પીએમ મોદીએ લોકોને નમસ્કાર કર્યા,આજે નવસારીમાં ઘણા જુના જોગીના દર્શન થઈ રહ્યા છે.
તમે આજે કાર્ય કર્તાઓ દ્વારા નવસારી જિલ્લાના વિકાસ માટે

આટલા વર્ષોથી ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે

ભાજપનો કાર્યકર સતાના નશામાં ચકચૂર નથી થયો 

એણે સેવાનો માર્ગ પકડી રાખ્યો છે. તમે સૌથી વધારે મતથી સીઆર પાટીલને મોકલ્યા 

પોતાના સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ દક્ષિણ ગુજરાત અને નવસારી સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આજે નવસારીની પવિત્ર ધરતી પર ભાજપના ઘણા 'જૂના જોગીઓ' અને વર્ષોથી સંગઠન માટે સમર્પિત રહેલા સાથીઓના દર્શન થઈ રહ્યા છે, જે સંગઠનની વાસ્તવિક તાકાત દર્શાવે છે.

હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે હુ ગામડે જતો 

કન્યા કેળવણી માટે હું ગામડે ગામડે ભટકતો

કોઈ મારા કામની નોધ ના લેતું

હું જેમને આંગણી પકડીને નિશાળે લઈ ગયો હતો તે હવે જુનો ફોટો લઈને આવે કે સાહેબ તમે મને નિસાળે લઈ ગયા હતા. 

ઈમારત બનાવી મુશ્કેલ નથી પરંતુ તેમાં સેવાનો મોહ રહેવું જરૂરી છે

તેમણે ભાવવિભોર થઈને જણાવ્યું હતું કે, "હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગામડાઓમાં જતો. કન્યા કેળવણી અને દીકરીઓના શિક્ષણ માટે હું ગામડે-ગામડે ભટકતો, નાનાં બાળકોની આંગળી પકડીને તેમને નિશાળે મૂકવા લઈ જતો હતો."