android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari News: એસઓજી પોલીસની મોટી કાર્યવાહી, ગ્લો ગાર્ડન પાસેથી 5 કિલો ગાંજા સાથે વોન્ટેડ આરોપીની ધરપકડ

calendar_todayJanuary 23, 2026

Navsari News: એસઓજી પોલીસની મોટી કાર્યવાહી, ગ્લો ગાર્ડન પાસેથી 5 કિલો ગાંજા સાથે વોન્ટેડ આરોપીની ધરપકડ

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે અગાઉના એનડીપીએસ (NDPS) ના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો આરોપી વાસુદેવ પાટીલ શહેરના ગ્લો ગાર્ડન નજીક છુપાયેલો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ઓચિંતો દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ બાદ પોલીસે તેના ઘરે તપાસ હાથ ધરતા ત્યાંથી 5 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

શહેરના ગ્લો ગાર્ડન નજીકથી આરોપી ઝડપાયા

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ 2.42 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો આરોપી વાસુદેવ પાટીલ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો અને નવસારીના વિવિધ વિસ્તારોમાં નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતો હોવાની શંકા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે છૂટક વેચાણ માટે આ જથ્થો પોતાના ઘરે સંગ્રહિત કરી રાખતો હતો.

આરોપી વાસુદેવ પાટીલના ઘરેથી ગાંજો મળ્યો

હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ નવો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને નવસારીમાં અન્ય કોણ-કોણ તેની સાથે આ કાળા કારોબારમાં સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. એસઓજીની આ સફળતાને પગલે નવસારી શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો