android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NEET-UG 2026 પેપર લીક મામલે વધુ 2 આરોપની ધરપકડ, અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ

calendar_todayMay 14, 2026

NEET-UG 2026 પેપર લીક મામલે વધુ 2 આરોપની ધરપકડ, અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ

દેશની મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક કેસમાં ચાલી રહેલી તપાસમાં CBIએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 24 કલાકમાં બે વધુ આરોપીઓને મહારાષ્ટ્રના પુણે અને અહિલ્યાનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ધનંજય લોખંડે અને મનીષા વાઘમારે હોવાનું સામે આવ્યું છે.


CBIએ ગઈકાલે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા

આ પહેલા પણ CBIએ ગઈકાલે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં જયપુર, ગુરુગ્રામ અને નાસિક સહિતના વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધી કુલ સાત લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જે સમગ્ર પેપર લીક નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ કેસમાં અન્ય કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ ચાલુ છે અને નેટવર્કના દરેક કડી સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવા મળ્યા

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પેપર લીકનો આ મામલો અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા એક સંગઠિત ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલો હોય શકે છે. CBIના અધિકારીઓએ જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવા અને મોબાઈલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પુરાવાઓના આધારે નેટવર્કના મુખ્ય કડીઓ અને સંભવિત માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવા માટે એજન્સી તમામ દિશામાં તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર કેસમાં કૌભાંડની વ્યાપકતા કેટલી છે તે જાણવા માટે તપાસને વધુ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NEET પેપર લીકના આરોપીના પરિવારમાંથી 5 બાળકો છે ડોક્ટર! CBIની રડાર પર સમગ્ર પરિવાર