android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NIA કોર્ટનો બેંગલુરુ જેલ કટ્ટરપંથીકરણ કેસમાં મોટો ચુકાદો, માસ્ટરમાઈન્ડ ટી નસીર સહિત 7 આરોપીઓને સજા

calendar_todayApril 22, 2026

NIA કોર્ટનો બેંગલુરુ જેલ કટ્ટરપંથીકરણ કેસમાં મોટો ચુકાદો, માસ્ટરમાઈન્ડ ટી નસીર સહિત 7 આરોપીઓને સજા

બેંગલુરુ જેલમાં કટ્ટરપંથીકરણ સાથે જોડાયેલા ગંભીર કેસમાં NIA કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં માસ્ટરમાઈન્ડ ટી. નસીર સહિત કુલ 7 આરોપીઓને દોષિત ઠરાવી સજા ફટકારી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ આરોપીઓ લશ્કર-એ-તૈયબા જેવી આતંકવાદી સંસ્થાથી જોડાયેલા કાવતરામાં સામેલ હતા અને જેલમાં રહીને યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ટી નસીર, સૈયદ સુહેલ ખાન, મોહમ્મદ ઉમરને 7 વર્ષની સજા

અદાલતે ટી. નસીર, સૈયદ સુહેલ ખાન અને મોહમ્મદ ઉમરને 7 વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત ઝાહિદ તબરેઝ અને સૈયદ મુદાસિર પાશાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મોહમ્મદ ફૈઝલ રબ્બાની અને સલમાન ખાનને પણ સજા આપવામાં આવી છે. દરેક આરોપીને રૂપિયા 48,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. NIAની તપાસમાં ખુલાસો થયો હતો કે આ સમગ્ર ગેંગ જેલની અંદરથી જ એક મોટું કાવતરું રચી રહી હતી. તેઓ અન્ય કેદીઓ અને યુવાનોને ભડકાવી તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ દોરી જવાની કોશિશ કરી રહ્યા હતા. આ સાથે જ દેશવિરોધી હુમલાની યોજના પણ બનાવવામાં આવી રહી હતી, જે સમયસર પર્દાફાશ થતાં મોટી દુર્ઘટના અટકાવી શકાયી.

ભાગેડુ જુનૈદ અહેમદની NIA કરી રહ્યું છે શોધખોળ

તપાસ એજન્સીએ જણાવ્યું કે આ કેસમાં એક મુખ્ય આરોપી જુનૈદ અહેમદ હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. કોર્ટના આ ચુકાદાથી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ ગયો છે અને સુરક્ષા એજન્સીઓની સતર્કતા પણ ઉજાગર થઈ છે. આ ચુકાદો દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં આવા કાવતરાઓ સામે સખત કાર્યવાહી માટે માર્ગદર્શક બની શકે છે.

આ પણ વાંચો : Amit Shah બંગાળમાં ગર્જયા, કહ્યુ કે રાહુલ સાથે હવે ખરગેની પણ ભાષા બગડી