android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Online Gameનો ચોંકાવનારો કિસ્સો, મેરઠમાં ઓનલાઈન ગેમ રમતા 23 વર્ષના યુવાનનું થયું મોત

calendar_todayFebruary 9, 2026

Online Gameનો ચોંકાવનારો કિસ્સો, મેરઠમાં ઓનલાઈન ગેમ રમતા 23 વર્ષના યુવાનનું થયું મોત

ઓનલાઈન ગેમ મોતનું જોખમ વધારી શકે છે. ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ યુવાનોને ભારે પડી શકે છે. મેરઠમાં એક યુવાનનું ઓનલાઈન ગેમ રમતા મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ યુવાનનું નામ મોહમ્મદ કૈફ છે જે મેરઠના ખૈરનગર ગૂલરવાલીનો રહેવાસી છે. 23 વર્ષીય યુવાને ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં જીવ ગુમાવ્યો. યુવાનના મોત સમાચાર સામે આવતા જ પરિવાર પર આભ તૂટી પડયું.

ઓનલાઈન ગેમ રમતા યુવાનનું મોત

મેરઠના યુવાનના મોતનું કારણ પ્રાથમિક ધોરણે મગજની નસ ફાટવાનું માનવામાં આવે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે મોહમ્મદને ઓનલાઈન ગેમ રમવાનો ભારે શોખ હતો. કૈફ ઘણો સમય ઓનલાઈન ગેમિંગમાં વિતાવતો હતો. જયારે તેનું મૃત્યુ થયું ત્યારે તેના કાનમાં ઇયર ફોન હતા. ઘટનાના દિવસે પણ તે કાનમાં ઈયરફોન લગાવીને પોતાના મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે માથાનો દુખાવો અને બેચેનીની ફરિયાદ કરી અને થોડીવારમાં જ તે ફસડાઈ પડયો. પરિવારજનો તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં તેની હાલત વધુ ખરાબ થતા ડોક્ટરોએ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઈ જવા કહ્યું. 

ઓનલાઈન ગેમનો આંખ ઉઘાડનારો 

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોહમ્મદ કૈફની બે દિવસ સારવાર ચાલી. પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહીં ડોકટરનું અનુમાન છે કે મોહમ્મદ ઓનલાઈન ગેમ રમતો હતો ત્યારે અચાનક જ તેને એટેક આવ્યો હોઈ શકે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર જયારે મોહમ્મદને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું બ્લડ પ્રેશર 300 ને વટાવી ગયું હતું, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે. બ્લડ પ્રેશર વધવાના કારણે કૈફની તબિયત લથડી હતી. મગજમાં રક્તસ્ત્રાવ ના થતા સંભવત 23 વર્ષીય યુવાન મોહમ્દ કૈફનું મોત થયું એવી આશંકા છે. યુવાનનું મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. ઓનલાઈન ગેમ મોતનું જોખમ. આ કિસ્સો આંખ ઉઘાડનારો છે.


આ પણ વાંચો : Pariksha Pe Charcha 2026: જિંદગીમાં આગળ વધવુ, પરીક્ષાથી ડરવુ નહી, પીએમ મોદીએ આપી શીખ