android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Padra: નીકળેલ કાવડિયાઓનો સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક

calendar_todayAugust 23, 2026

Padra: નીકળેલ કાવડિયાઓનો સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક

પાદરા : માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. પાદરાથી 400થી વધુ શિવભક્ત કાવડિયાઓ કાવી કંબોઈ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોલકાતાના હુબલીથી લાવેલા પવિત્ર ગંગાજળથી શ્રી સ્તંભેશ્વર મહાદેવનો જલાભિષેક કરાયો હતો. યાત્રાનો પ્રારંભ પાદરા ખાતે ખત્રી મહારાજના મંદિરેથી થયો હતો. જે પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત પૂ. મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ, મારુતિ સિરામિકના હિતેષ પટેલ તથા દીપ ઇલેક્ટ્રોનિક્સના દિલીપ ઘડિયાળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. બમ બમ ભોલેના જયઘોષ સાથે કાવડિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાદરાથી શરૂ થયેલી આ કાવડ યાત્રા કાવી કંબોઈ પહોંચી અને શ્રાવણ માસમાં શ્રી સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળ અર્પણ કરી જલાભિષેક કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો