android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Padra: પાદરા પાલિકાની ચૂંટણી બાદ વૉર્ડ 4ની સામાન્ય બેઠકને લઇ ગરમાવો

calendar_todayMay 4, 2026

Padra: પાદરા પાલિકાની ચૂંટણી બાદ વૉર્ડ 4ની સામાન્ય બેઠકને લઇ ગરમાવો

પાદરા : પાદરા નગર પાલિકાની ચૂંટણી બાદ વોર્ડ નં. 4ની સામાન્ય બેઠકને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળે છે. વોર્ડ નં. 4માંથી ચૂંટાયેલા ઉમેદવારે જિલ્લા ભાજપ મહામંત્રી સામે આક્ષેપો ઉઠાવ્યા છે. સાથે હોદ્દા પરથી દુર કરવા માંગ કરી છે.

પાદરામાં રાણા સમાજના આગેવાન રાજુ ઝુમરી રાણાએ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારુ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વોર્ડ નં. 4માં ટિકિટ વહેંચણી દરમિયાન સંગઠનમાં પક્ષપાત થયો હતો. તેમના જણાવ્યા મુજબ, મહામંત્રીએ પોતાના પરિવારજનોને પ્રાધાન્ય આપતા તેઓના ભાભી હીનાબેનને ટિકિટ અપાવવાનો પ્રયાસ કરી ટીકીટ અપાવી હતી, જેના કારણે સ્થાનિક કાર્યકરો અને સમાજમાં અસંતોષ ફેલાયો હતો. તેઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે અગાઉ સતત 7 ટર્મથી સક્રિય રહેલા અને સ્થાનિક સ્તરે ઓળખ ધરાવતા રાણા સમાજના ઉમેદવારની ટિકિટ મહામંત્રી દ્વારા કાપી હતી. તેમણે સંગઠનમાં રજૂઆત કરીને અન્ય ઉમેદવારને ટિકિટ અપાઇ હતી, જ્યારે હીનાબેન ભાજપના સક્રિય કાર્યકર પણ નહોતા અને સંગઠનના કાર્યક્રમોમાં ખાસ હાજરી આપતા નહોતા.આક્ષેપ મુજબ, વોર્ડ નં. 4માં રાણા સમાજના આશરે 800 જેટલા મતદારો છે, બ્રાહ્મણ સમાજના મતદારો ઓછા હોવા છતાં ટિકિટ વહેંચણીમાં સ્થાનિક સામાજિક સમીકરણોને અવગણ્યા હતા. જેના કારણે ભાજપની વોર્ડ નંબર 4 ની ભાજપા ની પેનલ તૂટતા તે બેઠક ખુબ વધુ મતોના માર્જીનથી ગુમાવી હોવાનો દાવો કરાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો