android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: પાલનપુરના કંથેરીયા હનુમાનધામમાં રક્તદાન શિબિર યોજાઈ, 111 બોટલ બ્લડ એકત્ર કરાયું

calendar_todayMarch 8, 2026

Palanpur: પાલનપુરના કંથેરીયા હનુમાનધામમાં રક્તદાન શિબિર યોજાઈ, 111 બોટલ બ્લડ એકત્ર કરાયું

ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કંથેરીયા હનુમાનધામ પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 111 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ગરમની ઋતુમાં બ્લડ સરળતાથી મળતું નથી. દર્દીઓ હેરાન થતા હોઈ છે. તો તેમને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ કેમ્પમાં દાતા ભાઈઓ અને બહેનો દ્વારા બ્લડ ડોનેટ કર્યું હતું. ટીમ દ્વારા બ્લડ દાતાઓને પ્રોત્સાહનરૂપે વોટર જગ, ટ્રોફી અને સર્ટીફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

કંથેરીયા હનુમાનધામ તેમજ ક્ષિપ્રાગિરીજી મહારાજ તથા શિવગીરીજી મહારાજના આશીર્વાદથી રક્તદાન કેમ્પ નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો. બ્લડ ડોનરને તેમજ જરૂરીયાત મંદને ગમે ત્યારે બ્લડ મળી રહે તેવી ખાત્રી ટીમ દ્વારા આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો