android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: લાલાવાડાની ગૌશાળામાં ગાયોને 2000 કિલો તરબુચ ખવડાવાયા

calendar_todayApril 28, 2026

Palanpur: લાલાવાડાની ગૌશાળામાં ગાયોને 2000 કિલો તરબુચ ખવડાવાયા

ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા આ કાળઝાળ ઉનાળાની ગરમીમાં અબોલ જીવોની સેવા અર્થે અનોખો સેવા કાર્યક્રમ યોજાયો હતો. શાખાના કાયમી સેવા પ્રકલ્પ અંતર્ગત લાલાવાડા સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે ગાયોને અંદાજિત 2000 કિલોગ્રામ તરબુચ ખવડાવી ગૌસેવા અને સંરક્ષણનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો. સેવા કાર્યક્રમમાં શાખાના પ્રમુખ લાલજીભાઈ જુડાલ, ખજાનચી નીરવભાઈ મોઢ અને કાર્યક્રમ કન્વીનર અલ્પેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સહભાગિતા તરીકે સ્મિતાબેન જોશી અને સહ સહભાગિતા કલ્પનાબેન મહેશ્વરી જોડાયા હતા. આ ઉપરાંત શાખાના સભ્યો ભરતભાઈ જોશી, હર્ષદભાઈ,મયુરભાઈ, રાજેન્દ્રભાઈ,મહેન્દ્રભાઈ,પિયુષભાઈ, જીગ્નેશભાઈ તેમજ અન્ય સભ્યો અને મહિલા ટીમમાંથી અંજનાબેન, પ્રીતિબેન, ઉર્મિલાબેન સહિત અંદાજિત રપ જેટલા સભ્યો પરીવાર સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવો માટે સહિ અભિયાન પણ યોજાયું હતું. જેમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગૌસંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો.ભારત વિકાસ પરિષદના આ સેવા કાર્યક્રમ દ્વારા સમાજમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તથા સેવા અને સંસ્કારના મૂલ્યો મજબુત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની ચિંતા કરી 2000 કિલો તરબુચ ખવડાવવાની આ પહેલ સૌ માટે પ્રેરણારૂપ બની રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો