calendar_todaySeptember 12, 2026
Palanpur: ICDS ઘટક પાલનપુર-ર અને 3 દ્વારા ઘટક કક્ષાએ પોષણ ઉત્સવની ઉજવણી
પાલનપુર : આઈ.સી.ડી.એસ. ઘટક પાલનપુર ર અને 3 માં સેજા કક્ષાએ પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા સ્પર્ધકો માટે તાલુકા પંચાયત હોલ, પાલનપુર ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ-2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, હિસાબનીશ, તાલુકા આઈસીડીએસ પાલનપુર-3 ના સીડીપીઓ પટેલ મનીષાબેન પી., મુખ્ય સેવિકાઓ, એન.એન.એમ., બ્લોક કો-ઓર્ડિનેટર સ્ટાફ, પી.એસ.ઈ. ઈનસ્ટ્ર્કટર સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાલનપુર-ર અને 3 ઘટકની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા સ્પર્ધકોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજેતાઓને પૌષ્ટિક આહારના મહત્વ અને રોજિંદા જીવનમાં પોષણયુક્ત ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો