android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahalના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, કોતરોમાં ધસમસ્યા પાણી

calendar_todaySeptember 18, 2026

Panchmahalના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, કોતરોમાં ધસમસ્યા પાણી

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જામ્યું છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાનું 'ચેરાપુંજી' ગણાતા જાંબુઘોડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. મોસમનો સારો વરસાદ વરસતાં જ સમગ્ર તાલુકાનું વાતાવરણ આહલાદક અને મનમોહક બની ગયું છે.

Rainy weather prevails in Panchmahal

ગ્રામ્ય વિસ્તારોમાં અડધો ઈંચથી વધુ વરસાદ

જાંબુઘોડા તેમજ શિવરાજપુર પંથકમાં મોડી સાંજ સુધીમાં સરેરાશ 1.5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના પંડોળ અને ચેલાવાડા સહિતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરી છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

Rainy weather prevails in Panchmahal

કુદરતી કોતરોમાં ધસમસતા પાણી વહ્યા

ઝાડી-જંગલથી ઘેરાયેલા જાંબુઘોડા પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે આસપાસના કુદરતી કોતરો અને નાળાઓમાં ધસમસતા પાણી વહેતા થયાના દ્રશ્યો સામે આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ આટલો પોષક વરસાદ વરસતાં ચોમાસુ પાકને મોટું જીવતદાન મળ્યું છે, જેને પગલે પંથકના ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશાલી જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો