android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal: કાલોલ પાલિકાના 43 પેન્શનરો 11 માસના પેન્શનથી વંચિત

calendar_todayMay 1, 2026

Panchmahal: કાલોલ પાલિકાના 43 પેન્શનરો 11 માસના પેન્શનથી વંચિત

કાલોલ પાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યાના બાર મહિના પછી ગુરુવારે પાલિકાના વિવિધ ક્ષેત્રોની સમિતિની રચના કરવા માટે પાલિકાની સભા મળી હતી. આ સભામાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હોવાની જાણકારીને પગલે કાલોલ પાલિકાના પેન્શનરો પોતાની રજૂઆત કરવા માટે પાલિકા ભવનમાં પહોંચી ગયા હતા. જ્યાં તમામ પેન્શનરોએ ધારાસભ્યને લેખિત સહ ઉગ્ર રજુઆત કરી પાછલા અગિયાર માસના પેન્શનના નાણાં અને મોંઘવારી ભથ્થાના બાકી પડતા નાણાં ચૂકવવાની માંગ કરી હતી.

કાલોલ પાલિકાના 43 જેટલા પેન્શનરોની રજૂઆત મુજબ જુન 2025થી એપ્રિલ 2026 સુધીનું પેન્શન અને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નાણાં આજદિન સુધી નહીં મળતા તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ આટલા બધા મહિનાઓ સુધી પેન્શન ક્યારેય બાકી રહ્યું નથી, જેને કારણે પેન્શનરોએ વ્યથા ઠાલવી હતી. ગત વર્ષે પાલિકાની ચૂંટણી થયા પછી તાજના વહીવટદારો સમક્ષ પેન્શનરોની અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી તેવા પણ આક્ષેપો કર્યા હતા. હાલમાં મોંઘવારીમાં વૃદ્ધ અને વિધવા પેન્શનર મહિલાઓસહિત તમામ પેન્શનરોને ઘરનું ભરણપોષણ, માંદગીનો ખર્ચ અને સામાજિક ખર્ચાઓ ચૂકવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેઓની આર્થિક સ્થિતિ કફેડી બની હોવાની વ્યથા વ્યક્ત કરી હતી. જે અંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ બાબતે સઘન તપાસ કરીને સત્વરે યોગ્ય નિર્ણય લેવા અને ઘટતું કરવા પેન્શનરોને આશ્વાસન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો