android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal News: શહેરાના વિજાપુરમાં પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલો, યુવકના કાકાનું ઘર સળગાવ્યું, 4 આરોપી જેલભેગા

calendar_todayMay 1, 2026

Panchmahal News: શહેરાના વિજાપુરમાં પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલો, યુવકના કાકાનું ઘર સળગાવ્યું, 4 આરોપી જેલભેગા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિજાપુર ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક હિંસક ઘટના સામે આવી છે. યુવક-યુવતી ભાગી જઈને પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખી રોષે ભરાયેલા શખ્સોએ યુવકના સંબંધીના ઘર પર હુમલો કરી તેને આગને હવાલે કરી દીધું હતું.

લાકડીઓ સાથે ત્રાટકેલા ટોળાએ મચાવી તોડફોડ

ઘટનાની મળતી માહિતી મુજબ, ગામનો એક યુવક અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી ગયો હતો, જેને પગલે યુવતી પક્ષના લોકોમાં ભારે રોષ હતો. આ અદાવતમાં 4 જેટલા શખ્સો હાથમાં લાકડીઓ જેવા હથિયારો લઈને યુવકના કાકાના ઘરે ત્રાટક્યા હતા. હુમલાખોરોએ પહેલા ઘરમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ ઘરને આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

પોલીસને જોઈ હુમલાખોરો ભાગ્યા, 4ની ધરપકડ

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો વિજાપુર ગામે દોડી આવ્યો હતો. પોલીસની ગાડી જોઈને હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ પોલીસે પીછો કરીને હિંસક હુમલો અને આગજની કરનાર 4 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ગોધરા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે