android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal News: ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'શાસન': પ્રથમ અઢી વર્ષ OBC મહિલા પ્રમુખ બનશે, જાણો કોણ છે રેસમાં સૌથી આગળ

calendar_todayApril 29, 2026

Panchmahal News: ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'શાસન': પ્રથમ અઢી વર્ષ OBC મહિલા પ્રમુખ બનશે, જાણો કોણ છે રેસમાં સૌથી આગળ

ગોધરા નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. હવે સૌની નજર પાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેના પર ટકેલી છે.

પ્રમુખ પદ માટે મહિલા OBC અનામત

નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખનું પદ મહિલા OBC કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. જેને પગલે ભાજપના મહિલા કાઉન્સિલરોમાં લોબિંગ શરૂ થયું છે. આ રેસમાં હાલ બે મુખ્ય નામો ચર્ચાના કેન્દ્રમાં છે.

જશોદાબેન પ્રજાપતિ સૌથી મજબૂત દાવેદાર

વર્તમાન રાજકીય સમીકરણો મુજબ, વોર્ડ નંબર 2 માંથી વિજેતા બનેલા જશોદાબેન પ્રજાપતિ પ્રમુખ પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમની સંગઠન પરની પકડ અને લોકપ્રિયતા તેમને રેસમાં મોખરે રાખી રહી છે.

પૂર્વ પ્રમુખના પત્નીનું નામ પણ ચર્ચામાં

જશોદાબેન ઉપરાંત, અન્ય એક ચર્ચિત નામ વોર્ડ નંબર 5 ના કાઉન્સિલર પારૂલબેન રાજુભાઈ દરજીનું છે. પારૂલબેન પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ દરજીના પત્ની હોવાથી તેમનો દાવો પણ મજબૂત માનવામાં આવે છે. બીજા સ્થાને તેમનું નામ ચર્ચામાં હોવાથી પ્રમુખ પદ માટે જંગ રસપ્રદ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, 11 વોર્ડની 44 બેઠકો પૈકી 27 બેઠકો જીતીને ભાજપે પહેલીવાર અપક્ષોના ટેકા વગર સ્પષ્ટ સત્તા હાંસલ કરી છે, જે ગોધરાના રાજકારણ માટે મોટી ઘટના છે.


આ પણ વાંચો - Gujarat local body election result 2026 : ગોધરામાં એકમાત્ર હિન્દુ ઉમેદવાર પર મુસ્લિમ મતદારોએ મૂક્યો ભરોસો, અપેક્ષા સોનીએ રચ્યો ઇતિહાસ