calendar_todayFebruary 5, 2026
Parliament Budget Session 2026: PM Modiના ભાષણ વિના ધન્યવાદ પ્રસ્તાવ પસાર, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત
બુધવારી પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપવાના હતા પરંતુ સતત હોબાળાને કારણે સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ચર્ચાઓ એવી થઇ રહી છે કે પીએમ મોદી આજે રાજ્યસભામાં 5 વાગે સંબોધન કરી શકે પરંતુ આ અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી.
પીએમ મોદીની સ્પીચ વિના જ ધન્યવાદ પ્રસ્તાવ પસાર
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદીના જવાબ વિના જ પસાર કરી દેવાયો છે. પીએમ 4 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે જવાબ આપવાના હતા પરંતુ હોબાળાને કારણે ચર્ચા થઇ શકી ન હતી. પરંતુ આજે પણ હોબાળાને કારણે સ્પીકર ઓમ બિરલાએ પ્રસ્તાવને વોટિંગ માટે મૂક્યો અને ધ્વનિમતથી તેને મંજૂરી આપી દીધી છે.રાજ્યસભામાં પણ રાહુલ ગાંધીને બોલવા ન દેવા અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
વિપક્ષી સાંસદોએ કર્યો વિરોધ
વર્તમાન બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરાયેલા આઠ લોકસભા સભ્યોએ ગુરુવારે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સંસદના મકર ગેટ પાસે સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.