calendar_todayAugust 26, 2026
Patan: પાટણમાં પિતાંબર તળાવથી આનંદેશ્વર મહાદેવ માર્ગ પર અજવાળું પથરાયું
પાટણ શહેરમાં આવેલ પિતાંબર તળાવથી આનંદેશ્વર મહાદેવ તરફ્ના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી લાઈટની વ્યવસ્થા ન હોવાથી અંધારપટ છવાયેલો રહેતો હતો. જેને લઇને રાત્રિના સમયે પસાર થતાં રાહદારીઓને ભયનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ્ વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને અકસ્માતની ભીતી સેવાઈ રહી હતી. જેને લઈ લાઈટો મુકવામાં આવે તે માટે નગરપાલિકામાં રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે પાલીકા તંત્ર દ્વારા 14 માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કુલ 60 જેટલી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવતાં સ્થાનિકો અને પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં ખુશી છવાઈ જવા પામી છે.
પાટણમાં પિતાંબર તળાવથી આનંદેશ્વર મહાદેવ મંદિર તરફ્ના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી લાઈટો મુકવાની માંગ ઉઠવા પામી હતી. જેને પગલે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા 14 માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી રૂ. 6.70 લાખના ખર્ચે 60 જેટલી નવી સ્ટ્રીટ લાઈટો મુકવામાં આવતાં તેનું લોકાર્પણપાલીકા પ્રમુખ ચંદ્રીકાબેન રાવળ સહિત સ્ટ્રીટ લાઈટ ચેરમેન વિજયાબેન બારોટ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તેમજ મહામંત્રી જે.કે.સોની સહિત નગરપાલિકા સ્ટાફ્ની ઉપસ્થિતિમાં કરવામાં આવતાં સ્થાનિકો અને પસાર થતાં રાહદારીઓઅને વાહનચાલકોએ ખુશી અનુભવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Patan, streetlights, road, safety