calendar_todayMay 13, 2026
Patan: પાટણમાં 17 વર્ષીય સગીરે ગળાફંસો ખાઈ જીવન ટુંકાવ્યું
પાટણ શહેરમાં એક સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીરે તેના જ ઘરે અગમ્ય કારણોસર ગળાફંસો ખાઈ જીવન ટુંકાવી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. આ અંગે મૃતક સગીરના પિતાએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં સિધ્ધયોગી સોસાયટીમાં રહેતો 17 વર્ષીય તૃષાર પ્રકાશભાઈ રાવળે અગમ્ય કારણોસર તેના જ ઘરમાં ગળે ફાંસો ખાધો હતો. જેને લઈ તેનું કરૂંણ મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. આ અંગે મૃતકના પિતાએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો