android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો : 18માંથી 16 બેઠક પર ભગવો

calendar_todayApril 29, 2026

Patan: રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો : 18માંથી 16 બેઠક પર ભગવો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજરોજ રાધનપુર તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટી એ રાધનપુર તાલુકા પંચાયતમાં ફરી કમળ ખીલવી કોંગ્રેસનો પરાસ્ત કર નાખતા ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે. જયારે કોંગ્રેસ ની ભુંડી હાર જોવા મળી હતી. રાધનપુર તાલુકા પંચાયતની 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આમ આદમી પાર્ટીમાંથી 41 ઉમેદવારોએ ઝપલાવ્યું હતું પરંતુ આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાધનપુર તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થતાં 16 બેઠકમાં થી 14 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાથી વિજય થયા છે જ્યારે 16 માંથી કોંગ્રેસના માત્ર 2 જ ઉમેદવારો જીત હાસિલ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોના મુખ પર નિરાશા જોવા મળી હતી. આમ રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપે ફરી ભગવો લહેરાવી કોંગ્રેસના સુપડા સાફ્ કર્યા છે આગામી સમયમાં રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ નો તાજ કોણ પહેરશે તેની અટકણો અત્યારથી સાંભળવા મળી રહી છે. રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપની જીત થતા પરિણામના સ્થળે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ વિજય બનેલ ઉમેદવારના સમર્થકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો