calendar_todaySeptember 14, 2026
Patan : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટાના ગુનામાં 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Patan : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટાના ગુનામાં 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
પાટણ : પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા પાટણના છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણમાંથી ઝડપી પાડીને બી ડિવિઝન પોલીસને સોંપી આણંદ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઈનચાર્જ પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી હતી તે દરમિયાન વર્ષ 2022 માં આણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ક્રિકેટ સટ્ટાના ગુનાનો આરોપી કમલેશભાઈ ઉર્ફે કે.ટી જાપાન જયંતિભાઈ ઠક્કર છેલ્લા ચારેક વર્ષથી નાસતો ફરતો હતો અને તે પાટણમાં લીલીવાડી આસોપાલવ હોટલ નીચે પાર્કિંગ ખાતે હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને બી ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ આણંદ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો