android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: સમી પંથકમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે રસ્તા સુમસામ બન્યા

calendar_todayApril 28, 2026

Patan: સમી પંથકમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે રસ્તા સુમસામ બન્યા

સમી સહિત પંથકમાં દિનપ્રતિદિન ગરમીનો પારો ગગડી રહ્યો છે. જેથી અગનગોળા વરસાવતી ગરમીથી પંથકના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.બીજી તરફ્ હાલમાં બપોરના સમયે તેજ ગરમીને કારણે લોકો પોતપોતાના ઘરોમાં કે ઓફ્સિમાં પુરાઈને રહેતાં હોવાથી મહોલ્લા તથા બજાર અને હાઈવે માર્ગ સુમસામ ભાસી રહ્યા છે. તેમજ લોકો પણ કોલા ઊપર પહોંચી શેરડી રસ તથા લીંબુ શરબત અને સોડા જેવા ઠંડાપીણાનું સેવન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ ઉનાળાની ઋતુને બે મહિના વિત્યા છે અને હવે ત્રીજા મહિનાની શરૂઆતમાં જ અગનગોળા વરસાવતી ગરમી જોવા મળી રહી છે.

હાલમાં ઉનાળાની ઋતુને બે મહિના જેટલો સમય પુરો થયો છે. જેમાં છેલ્લા બે વર્ષથી ઉનાળામાં ગરમીનો પારો સતત ગગડતો જોવા મળે છે.ત્યારે ચાલું વર્ષે પણ સુર્યનારાયણે? પોતાનું તેજ પ્રકાશવાનું શરૂ કરી દેતાં સોમવારે સમી ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.જેને પગલે હાઈવે પર દોડતા વાહનો પણ જોવા ન મળતાં હાઈવે રોડ સુમસામ બન્યો હતો. તે સાથે જ સમી ખાતેની બજારમાં ખરીદી માટે આવતાં લોકો પણ બળબળતી ગરમીમાં બહાર નિકળવાનું ટાળતા બજારો સહિત મહોલ્લાનારસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે. બીજી તરફ્ લોકો ગરમી સામે રક્ષણ મેળવવા માટે પોતાના ઘરોમાં અથવા ઓફ્સિમાં ઠંડક આપતા વીજ ઉપકરણો જેવા કે એસી,કુલર તથા પંખા સહિત ઠંડા પીણાનો વધું પ્રમાણમાં સહારો લઈ રહ્યા છે. આમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો