calendar_todayFebruary 19, 2026
Patan: સિદ્ધપુરના સુજાણપુર પાસેથી રૂ. 46 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક પકડાઈ
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સિદ્ધપુર પાલનપુર હાઈવે પર આવેલા સુજાણપુર પાટીયા પાસેથી વિદેશી દારૂના મસમોટા જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો છે. જ્યારે વિદેશી દારૂની સંડોવણીમાં સામે આવેલ બે શખ્સો સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે ઝડપેલ ટ્રકોમાંથી રૂ. 46 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમના પોલીસ જવાનો સિદ્ધપુર પોલીસ સ્ટેશનના હદમાં રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન પાલનપુર તરફ્થી આવતી એક ટ્રકને સુજાણપુર પાટીયા પાસે રોકાવતા તેમાં બટાકાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ મળી આવતાં પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના પપ્પુરામ ઉર્ફે પવન જેતારામ જાટની અટકાયત કરી વધું તપાસ કરતાં ટ્રકમાંથી રૂ. 46,02,960 ની કિંમતની કુલ 7813 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતાં પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વિદેશી દારૂ ભરી આપનાર પ્રધાન જાટ તથા મહેસાણા ખાતેનાએક મોબાઇલ નંબર ધારક સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વિદેશી દારૂ સહિત 10 લાખની ટ્રક તથા 8 હજારની કિંમતના બટાકાના 80 નંગ કટ્ટા, મોબાઈલ ફોન અને રૂ.2250 રોકડ સહિત રૂ.53,23,210 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો